કોમર્શિયલ પાઈલોટ તાલીમ લાઈસન્સ માટે સરકાર દ્વારા ન્યુનત્તમ વ્યાજ દરે લોન

 

યોજનાનો હેતુ :- 

  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન જાતિ (ST) વર્ગના લોકોની નબળી આર્થિક અને સામાજિક સ્થિતિના વાળા કુશળ અને તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ કોમર્શિયલ પાયલોટના લાઈસન્સ માટે તાલીમ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક મદદરૂપ થવા માટે સરકાર દ્વારા ન્યુનત્તમ વ્યાજ દરે લોન આપી ઈચ્છુક વિદ્યાર્થીઓને કારકીર્દી ઘડવામાં  મદદરૂપ થવુ.  


સહાયનું ધોરણ :‌‌-  

  1. લાભાર્થીને રૂ.૨૫ લાખની લોન ૪% ના સાદા વ્યાજ દરે મળશે.


યોજના માટે પાત્રતાના માપદંડો ‌:- 

  1. વિદ્યાર્થીએ ધોરણ ૧૦ કે ૧૨ અથવા તેની સરકાર માન્ય સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. 
  2. આ પ્રકારની તાલીમ આપનાર દેશ કે વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે કોઈ નક્કી કરેલ શરતો તથા આ તાલીમ માટે જરૂરી પ્રમાણપત્રો જેવા કે જરૂરી મેડીકલ ફીટનેસ સર્ટીફિકેટ વગેરે મેળવેલા હોવા જોઈએ. 


યોજનાના નિયમો અને શરતો:-

  1. તાલીમાર્થી જે તે દેશની સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થાને જે તે દેશની સરકાર દ્વારા આ પ્રકારની તાલીમ આ૫વા માટે માન્ય હોવી જોઇએ અને આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શિયલ પાયલોટ લાયસન્સ, તે દેશમાં સ્વીકૃત હોવા જોઇએ ત્યાર ૫છી ભારતમાં તે લાયસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહેશે.
  2. આ યોજના હેઠળ આ૫વામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની જરૂરીયાત હશે તેટલી રકમ પુરતી મર્યાદીત રહેશે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટયુશન ફી તથા અન્ય આનુષંગીક ખર્ચનો સમાવેશ થશે. આ બાબતમાં સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
  3. વિદેશમાં તાલીમ લેવા ઇચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચુકવતી વખતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા નિયત કરેલ વિનિમય દરે સહાયની રકમ ચુકવવામાં આવશે. રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયા જેટલા પ્રમાણમાં તાલીમ ફી, નિર્વાહ ભથ્થા (વધુમાં વધુ છ મહીના માટે) અને સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઇ શકશે.
  4. તાલીમાર્થીને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરવામાં નહી આવે તો તો ચડતર હપ્તાઓ સામે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે તથા દંડનીય હપ્તાઓ ભરવામાં કસુર થશે તો ચડતર તેમજ બાકીની વસુલાત કરવાની તમામ અન્ય ખર્ચ એકી સાથે મહેસુલી રાહે વસુલ કરવામાં આવશે.
  5. લોનની બાકી રહેતી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવા માટે અરજદારને છુટ રહેશે.
  6. આ તાલીમ હેતુ માટે આપેલ લોનનો ઉ૫યોગ અરજદાર બીજા કોઇ હેતુ માટે કરશે તો અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી એક સાથે દંડનીય વ્યાજ સાથે ૫રત વસુલવામાં આવશે.
  7. તાલીમાર્થીને લોન રકમની ચુકવણી થયાની તારીખથી એક વર્ષ ૫છી લોનની વસુલાત શરૂ કરવામાં આવશે. લાભાર્થીએ લોનની ૫રત ચુકવણી ૧૦ વર્ષમાં મુદ્દલ અને વ્યાજ ૨ વર્ષ એમ મળીને કુલ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમની વ્યાજ સહીત ભરપાઇ કરવાની રહેશે. તે અનુસાર માસિક હપ્તાની ગણતરી કરી વસુલાત કરવામાં આવશે.
  8. વિદેશમાં તાલીમ પુર્ણ થયા બાદ જો વિદ્યાર્થી વિદેશમાં જ સ્થાયી થાય તો નોકરીનુ સ્થળ,રહેઠાણનુ સરનામું અને તેમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની માહિતી, ફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ અને ભારતમાં આવાગમનની જાણ જયાં સુધી લોન ભરપાઇ ન થાય ત્યાં સુધી નિયમિત રીતે ફરજીયાત કરવાની રહેશે.


ફોર્મ કેવી રીતે ભરવુ:-

  1. સૌપ્રથમ અરજદારે નીચે આપેલ વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત કરેલ ફોર્મ, રજૂ કરવાના આધાર પુરાવાઓની યાદી અને યોજનાને લગતા ઉપસ્થિત થતા અન્યો પ્રશ્નો અંંગેનું સલાહ આપેલ વેબસાઈટ પરથી મેળવી શકાશે. યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર CITIZEN HELP MANUAL પરથી મેળવી શકાશે.
  2. ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરી, ફોર્મ સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ, ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલા દસ્તાવેજો બિડાણ કરી, પોતાના જિલ્લાની કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. 
  3. જો વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ વિગતો અધુરી જણાશે તો બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. 
  4. અરજદારની અરજી મંજૂર થયેથી તે અંગેના આદેશ વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
  5. મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત પોતાના જિલ્લાની કચેરી પાસેથી મેળવી પોતાની કે અરજીમાં રજૂ કરેલ જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરાવવાની રહેશે. 
  6. ગીરોખત રજુ થયા બાદ જે તે જિલ્લા કચેરી દ્વારા અરજદારને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં લોનની રકમ જમા કરવામાં આવશે.


યોજનાનું લાભ મેળવવા માટે :- 

  1. ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા માટે - અહીં ક્લીક કરો
  2. ઓનલાઈન અરજી કરવા માટે- અહીં ક્લીક કરો  
  3. આ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ માટે - અહીં કલીક કરો 
  4. અન્ય યોજનાઓની માહિતી માટે - અહીં ક્લીક કરો 
  5. નોકરીની જાહેરાત, પરીક્ષાઓ અને અન્ય શૈક્ષણિક માહિતી માટે - અહીં ક્લીક કરો 
  6. આવી જ અપડેટ્સ નિયમિત મેળવવા ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા -  અહીં ક્લીક કરો 


સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વિશે ‌‌‌:-    

ગુજરાત સરકારના આ વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના લોકોનું સશક્તિકરણ અને આર્થિક વિકાસને ધ્યાને રાખી વિવિધ પછાત જાતિઓનું વિવિધ યોજના મારફત કલ્યાણ નું કામ કરે છે. 
  1. વિકસતી જાતિઓ 
  2. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ 
  3. અનુસુચિત જાતિ અને 
  4. અલ્પ સંખ્યક સમુદાયના લોકો વગેરે માટે... 
આ ઉપરાંંત અનાથ, વૃધ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો માટે પણ આ વિભાગ દ્વારા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.  ઉક્ત યોજનાઓનું નીચે મુજબ આ વિભાગ દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલ છે. 
  1. આર્થિક ઉત્કર્ષ માટેની યોજનાઓ 
  2. શિક્ષણ સહાય માટેની યોજનાઓ 
  3. આવાસ અને આરોગ્યને લગતી યોજનાઓ વગેરે. 
કોમર્શિયલ પાઈલોટ તાલીમ લાઈસન્સ માટે સરકાર દ્વારા ન્યુનત્તમ વ્યાજ દરે લોન કોમર્શિયલ પાઈલોટ તાલીમ લાઈસન્સ માટે સરકાર દ્વારા ન્યુનત્તમ વ્યાજ દરે લોન  Reviewed by The Info Carrier on April 14, 2023 Rating: 5

No comments:

Powered by Blogger.
Join Group