એન્‍જીનીયરીંગ અને મેડીકલના સાધનો ખરીદવા નાણાકીય સહાય યોજના

 યોજનાનો હેતુ :-  

  • ડિપ્લોમા, એન્‍જીનીયરીંગ અને મેડિકલમાં અભ્યાસ કરતાં  સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા નાણાકીય સહાય કરવી. 



યોજના માટે પાત્રતાના માપદંડો ‌‌‌:-

  1. ડિપ્લોમા, એન્‍જીનીયરીંગ કે મેડીકલ ક્ષેત્રમાં અભ્યાસ ચાલું હોવું જોઈએ. 
  2. વિદ્યાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), અનુસુચિત જાતિ (SC) કે અનુસુચિત જન જાતિ (ST) ના હોવા જોઈએ. 
  3. આ સહાય માત્ર પ્રથમ વર્ષમાં જ મળવાપાત્ર છે. 
  4. આવક મર્યાદા ‌‌‌:- (1) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે - બે લાખ પચાસ હજાર, (2) અનુસુચિત જાતિ (SC) માટે - છ લાખ અને (3) અનુસુચિત જન જાતિ (ST) માટે પણ - છ લાખ કે તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 

આ યોજનાની સહાયનું ધોરણ :‌‌-  

  1. મેડીકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રૂ.૧૦,૦૦૦/-ની સહાય.
  2. એન્‍જીનીયરીંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રૂ.૫૦૦૦/- ની સહાય. 
  3. ડિપ્લોમામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રૂ. ૩૦૦૦/-ની સહાય મળવા પાત્ર છે.   

યોજનાનું લાભ મેળવવા માટે :- 

  1. ઓનલાઈન અરજી કરવા માટે- અહીં ક્લીક કરો 
  2. આ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ માટે - અહીં કલીક કરો 
  3. અન્ય યોજનાઓની માહિતી માટે - અહીં ક્લીક કરો 
  4. નોકરીની જાહેરાત, પરીક્ષાઓ અને અન્ય શૈક્ષણિક માહિતી માટે - અહીં ક્લીક કરો 
  5. આવી જ અપડેટ્સ નિયમિત મેળવવા ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા -  અહીં ક્લીક કરો

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વિશે ‌‌‌:-    

ગુજરાત સરકારના આ વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના લોકોનું સશક્તિકરણ અને આર્થિક વિકાસને ધ્યાને રાખી વિવિધ પછાત જાતિઓનું વિવિધ યોજના મારફત કલ્યાણ નું કામ કરે છે. 
  1. વિકસતી જાતિઓ 
  2. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ 
  3. અનુસુચિત જાતિ અને 
  4. અલ્પ સંખ્યક સમુદાયના લોકો વગેરે માટે... 
આ ઉપરાંંત અનાથ, વૃધ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો માટે પણ આ વિભાગ દ્વારા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.  ઉક્ત યોજનાઓનું નીચે મુજબ આ વિભાગ દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલ છે. 
  1. આર્થિક ઉત્કર્ષ માટેની યોજનાઓ 
  2. શિક્ષણ સહાય માટેની યોજનાઓ 
  3. આવાસ અને આરોગ્યને લગતી યોજનાઓ વગેરે. 

એન્‍જીનીયરીંગ અને મેડીકલના સાધનો ખરીદવા નાણાકીય સહાય યોજના  એન્‍જીનીયરીંગ અને મેડીકલના સાધનો ખરીદવા નાણાકીય સહાય યોજના Reviewed by The Info Carrier on April 04, 2023 Rating: 5

No comments:

Powered by Blogger.
Join Group